વાંકાનેર : ત્રણ વર્ષની ખોવાયેલ બાળકીનું પરિવાર સાથે મિલન કરાવતી વાંકાનેર સીટી પોલીસ ટીમ…

0

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન શહેરના ધર્મચોક નજીક એક ત્રણ વર્ષની બાળકી રડતી હાલતમાં મળી આવી હતી જેથી પોલીસ ટીમે બાળકીને સંભાળી તેમજ દેખરેખ રાખી તેના વાલી વારસને શોધી બાળકીનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન શહેરના ધર્મચોક પાસેથી આશરે ત્રણ વર્ષની એક બાળકી રડતી હાલતમાં મળી આવતા બાળકીના વાલીવારસ અંગે સીટી પોલીસ SHE TEAM દ્વારા આજુ બાજુ તપાસ કરેલ પરંતુ બાળકીના વાલી વારસ ન મળતા પોલીસ સ્ટાફ દ્વારા બાળકીને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન લઈ આવી સંભાળ-દેખરેખ રાખી બાળકીની પુછપરછ કરતા તેનું નામ મેરીસ હોવાનુ જણાવેલ તેમજ માતા-પિતાના નામ કે સરનામા બાબતે કોઈ સ્પષ્ટ રીતે ખબર પડતી ન હોય,

જેથી બાળકી પોલીસ સ્ટેશન નાસ્તો કરાવી પોલીસ સ્ટાફ દ્વારા બાળકીના વાલીવારસ અંગે શોધખોળ કરતા ભાટીયા સોસાયટીમાં રહેતા બાળકીની માતા મોહસીનાબેન મકસુરભાઈ ભોણીયા મળી આવતા તેની પુરતી તપાસ કરી બાળકીનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું….

આ માનવતા ભરી કામગીરીમાં વાંકાનેર સીટી પોલીસ મથક SHE TEAM ઇન્ચાર્જ એ. એસ. આઈ એચ. ટી મઠીયા, પોલીસ હેડ કોન્સ. હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, પોલીસ કોન્સ શકતિસિંહ જનકસિંહ જાડેજા તથા મહીલા પોલીસ કોન્સ. રેશ્માબેન સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2