કારખાનામાં જ કોલસાના ઢગલા ઉપર સૂતો હતો ત્યારે મશીનરી વડે માથે કોલસા પડ્યા જે બાદ બાળકનો મૃતદેહ પણ કોલસાના ટ્રકમાં બીજા કારખાને ચાલ્યો ગયો….
વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક આવેલ શ્યામ કોલ નામના કારખાનામાંથી ત્રણ દિવસ એક પાંચ વર્ષીય બાળક ગુમ થયું હતું જે બનાવમાં બાળકના પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી જેમાં આજે આ બાળકનું અપહરણ નહોતું થયાનું બહાર આવ્યું છે. ગુમ થયેલ બાળક કારખાનામાં કોલસાના ઢગલા ઉપર સૂતો હતો. ત્યારે માથે કોલસો પડવાથી તેનું મોત થયું હોવાનું ખુલ્યું છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક આવેલ શ્યામ કોલ નામના કારખાનામાંથી રિતિક ઉર્ફે નૈતિક પવનભાઈ સિંગવાલ નામનું 5 વર્ષીય બાળક ત્રણ દિવસ પહેલા લાપતા બન્યું હતું. જેથી બાળકના પિતાએ બાબતે ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને પગલે વાંકાનેર સીપીઆઈ ટીમે તપાસ ચલાવી હતી. જે અંગે પોલીસે ગુમસુદા બાળક અંગે જાહેરાત પણ પ્રસિદ્ધ કરાવી હતી. બાદમાં આજે જ આ બાળકનો મૃતદેહ ટીંબડી નજીક આવેલા કોલસાના ઢગલામાંથી મળ્યો છે…
આ ઘટના અંગે પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ, પોલીસે તપાસ દરમ્યાન સીસીટીવી કુટેજનુ ઝીણવટ પુર્વક અવલોકન કરતા ગુમ થયેલ બાળક બપોરના લગભગ 2 વાગ્યાના અરસામા પોતાની મેળે કોલસાના ઢગલા પર સુઇ ગયેલ. ત્યારે કલાક 2:10 વાગ્યે કોલસાનો પ્લાન્ટ શરૂ થતા કન્વેયર બેલ્ટ મારફતે કોલસો સુતેલા બાળક પર પડતા બાળક કોલસાના ઢગલામા દબાય ગયેલ જેમાં તેનું મોત થયું હતું જે બાદ બાળકનો મૃતદેહ અહિંથી ટ્રક મારફતે કોલસાની સાથે જતો રહ્યો હતો. જેથી શ્યામ કોલ કારખાનામાંથી ટ્રકની ડીટેઇલ મેળવી જે જગ્યાએ કોલસા મોકલેલ તેની વિગત મેળવતા ટ્રક એફીલ વિટ્રીફાઇડમા ગયેલાનું જાણવા મળતા તાત્કાલીક ટીમ મોકલી તપાસ કરાવતા ગુમ થયેલ બાળકનો મૃતદેહ કોલસાના ઢગલામાંથી મળી આવ્યો હતો….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI