યુવા, સાંસ્કૃતિક અને ખેલ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત 11 માં ખેલ મહાકુંભમાં કબડ્ડી સ્પર્ધામાં U-17  મહિલા વિભાગમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં મોરબી જીલ્લાની ટીમ વિજેતા બની છે. મોરબી જિલ્લા ટીમમાં વાંકાનેરની એલ. કે. સંઘવી વિદ્યાલયની બે વિદ્યાર્થીની હર્ષા મંડાણી અને સારલા વિશાખાની રાજ્ય કક્ષાએ મોરબી જિલ્લાની કબડ્ડી ટીમ માટે પસંદગી થઇ હતી…

રાજ્ય કક્ષાએ મોરબી જિલ્લામાં ડી.એલ.એસ.એસ ની.સ્કૂલ-મોરબીની આઠ વિદ્યાર્થીની, હળવદ તાલુકામાંથી બે અને વાંકાનેરની એલ.કે સંઘવી વિદ્યાલયમાંથી ઉપરોક્ત બંને વિદ્યાર્થીઓની પસંદગી થયેલી, જેમાં કોંચ શ્રી વિજયભાઈ ચૌધરી, ડઈબેન , પૂજાબેન સીમાબેનના માર્ગદર્શન, જિલ્લા કોચ વિજયભાઈ અને વિદ્યાર્થીની બહેનોની અથાક મહેનતથી મોરબી જીલ્લાની કબડ્ડી ટીમ સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે વિજેતા બની છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

error: Content is protected !!