વાંકાનેર માર્કેટીંગ યાર્ડના પુર્વ પ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી રસુલભાઈ કડીવાર (પ્રતાપગઢ)નું દુઃખદ અવસાન….

0

વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામના વતની અને કોંગ્રેસ અગ્રણી એવા રસુલભાઈ કડીવારનું આજરોજ દુઃખદ અવસાન થયું છે, રસુલભાઈ કડીવાર આજે પગથિયા ઉપરથી પડી જતા તેઓને ઈજા થતા તેમને ગાડી મારફતે તાત્કાલિક સારવાર માટે વાંકાનેર ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું હતું….

વાંકાનેરના સામાજિક અને રાજકીય આગેવાન એવા રસુલભાઈ કડીવાર અગાઉ વાંકાનેર માર્કેટ યાર્ડ અને વાંકાનેર સંઘના પ્રમુખ તરીકે સેવા આપી ચુક્યા હોય અને હાલ તેઓ રાજકોટ જિલ્લા સહકારી દૂધ સંઘના ડિરેક્ટર તરીકે કાર્યરત હતા. જેમનું અવસાન થતાં વાંકાનેરના સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં દુઃખની લાગણી ફેલાઇ ગઇ છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1