મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખની વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ પતિને ટકોર, મહિલાઓને આગળ આવવા દો….

વાંકાનેર શહેરની પટેલવાડી ખાતે આજે મોરબી જિલ્લા કક્ષાના નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ કાર્યક્રમ દરમ્યાન વાંકાનેર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ આ કાર્યક્રમમાં મહિલા પ્રમુખની જગ્યાએ તેમના પતિ ઉપસ્થિત રહેતા કાર્યક્રમનાં અધ્યક્ષ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા દ્વારા મહિલા પતિને ટકોર કરી અને મહિલાઓને આગળ આવવા દો તેવી ટીખળ કરી હતી….

અત્રે ઉલ્લેખનીય છે કે આઝાદી પછી પ્રથમ વખત વાંકાનેર તાલુકા પંચાયતમાં ભાજપે કબ્જો જમાવી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વર્ષાબા ઝાલાની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ નિમણૂક બાદથી અત્યારે સુધીમાં તાલુકા પંચાયતમાં તમામ કામગીરી અને વહિવટો તેમના પતિ દ્વારા કરાતા હોય અને દરેક સરકારી કાર્યક્રમોમાં પણ મહિલા પ્રમુખની જગ્યાએ તેઓ જ ઉપસ્થિત રહી મહિલા સશક્તિકરણની સરેઆમ મજાક બનાવી રહ્યા છે….

આજે વાંકાનેર શહેર ખાતે મોરબી જિલ્લા કક્ષાના નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જે મહિલાઓના કાર્યક્રમમાં પણ મહિલા પ્રમુખની જગ્યાએ તેઓ ઉપસ્થિત રહ્યા હતા, જેથી બાબતે કાર્યક્રમના અધ્યક્ષ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈએ પોતાના વક્તવ્યમાં મહિલા પ્રમુખના પતિને ટકોર કરી, ખરા અર્થમાં મહિલા સશક્તિકરણ સાર્થક કરતા તેઓને આગળ કરવા જણાવતાં બાબતે વાંકાનેર વિસ્તારમાં અનેક તર્કવિતર્કો ઉભા થયા છે….

બાબતે જો ખરેખર મહિલા સશક્તિકરણની ઉજવણી કરવી હોય અને મહિલાઓને આગળ કરી પોતાની ઓળખ અપાવવી હોય તો સરકારે આવી તમામ કામગીરીઓમાં હોદ્દા પર રહેલ મહિલાઓને જ આગળ કરવાની ફરજ પાડવી પડશે, અને વાંકાનેર તાલુકા પંચાયત સહિતના વિવિધ હોદ્દાઓ પર રહેલ મહિલાઓને તેમની કામગીરી પોતે કરવા પ્રેરિત કરવી ઘટે….

વાંકાનેર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખની ખુરશી પર પણ પતિનો કબ્જો…

વાંકાનેર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની નિમણૂંક બાદ બંને હોદ્દાઓ પર મહિલાઓની વરણી કરવામાં આવી હતી, જે બંને હોદ્દાઓ નિમણૂક પામેલા મહિલાઓ માત્ર કહેવા અને કાગળો પર માત્ર સહિ કરવા પુરતાં જ હોય અને બંનેની તમામ કામગીરી અને વહિવટો તેમના પતિ જ કરતા હોય જેથી તાલુકા પંચાયતનાં પ્રમુખ ઉપપ્રમુખની ચેમ્બરો પર પણ રીતસર પુરૂષોએ કબ્જો જમાવી લીધો હોય તેવો ઘાટ સર્જાયો છે, જેના સાક્ષાત દર્શન તાલુકા પંચાયત કચેરી ખાતે આવતા વાંકાનેર તાલુકાના દરેક નાગરિકો કરી રહ્યા છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

 

error: Content is protected !!