વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના હસનપર ગામ ખાતે કરિયાણાના વેપારીએ ધંધામા જરૂરિયાત પડતા બે અલગ અલગ વ્યાજખોરો પાસેથી 3% જેટલા ઉંચા વ્યાજે અનુક્રમે 5 લાખ અને 12.50 લાખ મેળવી બદલામાં પ્રથમને 3.60 લાખ અને બીજાને 28.80 લાખ ચૂકવવા છતાં બંને વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી મફતમાં ચીજવસ્તુઓ પડાવી લઈ જાનથી મારી નાખવા ધમકી આપતા બાબતે વાંકાનેર સીટી પોલીસે બન્ને વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના હસનપર ગામ ખાતે રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા ઉત્તમભાઈ અવચરભાઇ પીપળીયાએ ધંધામાં જરૂરત પડતા આરોપી ભરતભાઇ ચોંડાભાઇ પરસોંડા(રહે. જલારામ જીન પાસે, ભાટીયા સોસાયટી, વાંકાનેર) પાસેથી 3% વ્યાજે બે વર્ષ પહેલાં રૂ. 5 લાખ અને આરોપી સુરેશભાઇ ભલાભાઇ ડાભી (રહે. ધમલપર) પાસેથી વર્ષ ૨૦૧૩ માં 3% વ્યાજે રૂ.12.50 લાખ વ્યાજે લીધા હતા….

જે બાદ ફરિયાદી ઉત્તમભાઈએ આરોપી ભરતભાઇ ચોંડાભાઇ પરસોંડાને રૂ. 3.60 લાખ અને સુરેશભાઇ ભલાભાઇ ડાભીને રૂ. 28.80 લાખ ચૂકવી દેવા છતાં પણ બન્ને આરોપીઓ વધુ પૈસા કઢાવવા ધાકધમકી આપી અવારનવાર તેમની દુકાને આવી મફતમાં ચીજ વસ્તુ પડાવી જઈ ઉઘરાણીનો હવાલો આપી દઇ જાનથી મારી નાખવા ધમકી આપતા હોય જેના ત્રાસથી કંટાળી બાદમાં આ મામલે ઉત્તમભાઈએ પોલીસમાં અરજી કરી હતી જેના અનુસંધાને વાંકાનેર સીટી પોલીસે બન્ને વ્યાજખોર વિરુદ્ધ આઇપીસી કલમ 384, 506 તથા ગુજરાત નાણા ધીરધાર કરનારાઓ બાબતે અધિનિયમ 2011 ની કલમ 5, 40, 42(એ), 42(ડી) મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!