વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રી દોશી કોલેજ ખાતે ચાલતા એન.સી.સી.માંથી ઘણા વિદ્યાર્થીઓ પોલીસ તથા આર્મીમાં જોડાઇ અને માં ભોમની રક્ષા માટે જઈ રહ્યા છે. જેમાં તાજેતરમાં જ કોલેજના આઠ વિદ્યાર્થીઓ પોલીસ અને એસ.આર.પી.માં સિલેક્ટ થયા બાદ હવે કોલેજના એક એન.સી.સી. વિદ્યાર્થીની ઈન્ડીયન આર્મીમાં પસંદગી થયેલ છે…

તાજેતરમાં જ આર્મીમાં જોડાવા માટે એક પ્રવેશ પરીક્ષાનું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેરની દોશી કોલેજના વિદ્યાર્થી અને એન.સી.સી. માં સી સર્ટીફીકેટ ધરાવતા સરવૈયા રોહિત વિનોદભાઈએ ગ્રાઉન્ડ તેમજ મેડિકલ પાસ કરી સીધાં ઈન્ડીયન આર્મીમાં જોબ મેળવી છે. આ વિદ્યાર્થીને કોલેજના પ્રોફેસર અને એન.સી.સી. કેપ્ટન ડૉ. યોગેશ એ. ચાવડાને તાલીમ પુરી પાડી હતી. આ તકે પસંદગી થનાર વિદ્યાર્થી અને તાલીમ આપનાર પ્રોફેસરને દોશી કૉલેજના ટ્રસ્ટીઓ, સેક્રટરી, આચાર્ય, અને દોશી કૉલેજ પરિવારે અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!