વાંકાનેર શહેર ખાતે આવતીકાલે જીલ્લા કક્ષાનું નારી સંમેલન યોજાશે….

0

ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહિવટી તંત્ર મોરબીના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર દ્વારા મહિલાઓમાં નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપી શકાય તે હેતુસર આવતીકાલ તા.૦૩-૦૨- ૨૦૨૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે વાંકાનેર શહેરની પટેલ વાડી ખાતે જિલ્લા કક્ષાના નારી સમેલનનું આયોજન કરવામાં આવ્યું છે….

આ સંમેલન મોરબી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને યોજાશે, જેમાં મહિલાઓને પ્રોત્સાહિત કરવાના આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મોરબી જિલ્લાના નાગરિકોએ ઉપસ્થિત રહેવા જિલ્લા વહિવટી તંત્ર-મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1