બંને આરોપીઓની ગણતરીની કલાકોમા ધરપકડ કરતી વાંકાનેર સીટી પોલીસ ટીમ….

વાંકાનેર તાલુકાના હસનપર ગામ ખાતે રહેતા એક કરિયાણાના વેપારીએ ધંધામા જરૂરિયાત પડતા બે અલગ અલગ વ્યાજખોરો પાસેથી 5 લાખ અને 12.50 લાખ મેળવી બદલામાં પ્રથમને 3.60 લાખ અને બીજાને 28.80 લાખ ચૂકવવા છતાં બંને વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરતા બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે વાંકાનેર સીટી પોલીસે બન્ને વ્યાજખોરોની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના હસનપર ગામના કરિયાણાના વેપારી ઉત્તમભાઈ અવચરભાઇ પીપળીયાએ ધંધામાં જરૂરત પડતા આરોપી ભરતભાઇ ચોંડાભાઇ પરસોંડા પાસેથી 3% વ્યાજે બે વર્ષ પહેલાં રૂ. 5 લાખ અને આરોપી સુરેશભાઇ ભલાભાઇ ડાભી પાસેથી વર્ષ ૨૦૧૩ માં 3% વ્યાજે રૂ.12.50 લાખ વ્યાજે લીધા હતા….

જે બાદ ફરિયાદી ઉત્તમભાઈએ આરોપી ભરતભાઇ ચોંડાભાઇ પરસોંડાને રૂ. 3.60 લાખ અને સુરેશભાઇ ભલાભાઇ ડાભીને રૂ. 28.80 લાખ ચૂકવી દેવા છતાં પણ બન્ને આરોપીઓ વધુ પૈસા કઢાવવા ધાકધમકી આપી અવારનવાર તેમની દુકાને આવી મફતમાં ચીજ વસ્તુ પડાવી જઈ ઉઘરાણીનો હવાલો આપી દઇ જાનથી મારી નાખવા ધમકી આપતા બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં વાંકાનેર સીટી પોલીસે બન્ને વ્યાજખોરોની ગણતરીની કલાકોમા ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં પીઆઇ કે. એમ. છાસીયા, પીએસઆઇ એન. એમ. ગઢવી, એ.એસ.આઈ ભુપતસિંહ પરમાર, હેડ કોન્સ યશપાલસિંહ પરમાર તથા રવિભાઈ લાવડીયા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

 

error: Content is protected !!