વાડીએ કામ કરતી યુવતી પર નજર બગાડી વાડીની ઓરડીમાં યુવતીને દોરડા વડે બાંધી બે નરાધમોએ પોત પ્રકાશ્યું….

વાંકાનેર વિસ્તારમાં રહેતી એક યુવતી પર બે નરાધમોએ દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે જેમાં વાડીએ કામ કરતી યુવતી પર નજર બગાડી બે શખ્સોએ વાડીની ઓરડીમાં યુવતીને દોરડા વડે બાંધી દુષ્કર્મ આચરતાં બંને નરાધમો સામે વાંકાનેર પોલીસે વિધિવત ગુનો નોંધી બંને ને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે….

વાંકાનેર વિસ્તારમાં આવેલ વાડીમાં રહેતી અને પરિવાર સાથે ખેત મજૂરી કામ કરતી એક યુવતી ગત તા. ૦૯/૦૨ ના રોજ જ્યારે વાડીએ એકલી કામ કરતી હોય ત્યારે ત્યાં આરોપી ભુપતભાઇ મોવરભાઈ સરાણીયા(રહે. ભોજપરા સીમ, તા. વાંકાનેર) અને તેની સાથે એક અજાણ્યો શખ્સ બાઈક પર વાડીએ આવી અને યુવતીને પૂછ્યું હતું કે ઘરે કોઈ છે, જેથી યુવતીએ કહેલું કે ના તેમના પિતા બહાર ગયા છે. જેથી આ તકનો લાભ લઈ અને બંને હવસખોરોએ એકલી વાડીએ રહેલ યુવતી પર નજર બગાડી અને યુવતીનું બાવડું પકડી વાડીએ આવેલ રૂમના લઈ ગયા હતા. જ્યાં બંને હવસખોરોની પિસાચી વૃત્તિને પારખી જતાં યુવતીએ રાડા રાડી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નરાધમોએ તેને ચૂંદડીથી મોઢામાં ડૂચો દઈ દીધો હતો. તેમ છતાં યુવતી તાબે ન થતા હવસખોરોએ યુવતીના હાથ દોરડા વડે બાંધી અને આરોપી ભુપત સાથેના અજાણ્યા શખ્સે અબળા યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું….

આ ઘટના તા. ૯ ફેબ્રુઆરીના રોજ બની હોય જેમાં યુવતી ડરી ગયેલ હોવાથી તે ગુમસુમ રહેતી હોય જેથી બાબતે પરિવારના મહિલા સભ્યોએ તેની સાથે વાત કરી હતી ત્યારે તેને ઘટનાની જાણ કરી હતી અને અંતે આ બનાવમાં પરિવારજનોની જાગૃતિના કારણે બંને નરાધમો સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બંને આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2

error: Content is protected !!