વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે ચારેક માસ પહેલા એક રહેણાંક મકાનમાંથી ચોરી કરવામાં આવી હતી જેમાં સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ સહિતની ચોરી કરવામાં આવી હતી આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી સોનાના દાગીના તથા રોકડ રકમ, ચોરી કરવાના સાધનો સહિત કુલ રૂ. 56,720 ના મુદામાલ સાથે એક રીઢા આરોપીને મોરબી એલસીબી ઝડપી લીધો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમના રજનીકાંત કૈલા તથા ચંદુભાઇ કણોતરાને ખાનગી રાહે બાતમી મળેલ કે, વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે એક ઇસમ કે, જે અગાઉ નડીયાદ ખાતે વર્ષ 2012માં થયેલ એક કરોડની જવેલસની ચોરીના ગુનામાં પકડાયેલ અને સજા થયેલ તેમજ ચેઇન સ્નેચીંગ ઘરફોડ, વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ નામચીન ગુનેગાર કોઇ ગુનો કરવાના ઇરાદે આટાફેરા કરતો હોય જેથી ઉપરોક્ત બાતમીના આધારે એલસીબી ટીમે વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે તપાસ કરતા શંકાસ્પદ ઇસમ મળી આવેલ,
જેની પુછપરછ કરતાં પોતે તથા પોતાના સાગરીતો સાથે મળી ચારેક માસ પહેલા વાંકાનેરના ચંદ્રપુર ખાતે આવેલ રહેણાંક મકાનના દરવાજાના તાળા નકુચા તોડી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી, જેથી હાલમાં આરોપી દિલીપ ઉર્ફે મનોજ મંગળભાઇ ઝાલા (ઉ.વ. 36, રહે. મુળ છીપડી, તા. કઠલાલ, હાલ રહે. ઓઢવ, ફાયર સ્ટેશનની સામે, રબારી કોલોની, અમદાવાદ)ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
આ બનાવમાં પોલીસની વધુ તપાસમાં આરોપી સાથે અન્ય બે શખ્સો પણ ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાનું જાણવા મળતાં, આરોપી વિષ્ણુ ઉર્ફે રાજુ દલપતભાઇ સોઢાપરમાર (રહે. શણાલી, તા. મહુધા) અને વિષ્ણુ ઉર્ફે રાજુનો મિત્ર લાલો સામે પણ ગુનો નોંધી ફરાર બંને આરોપીઓને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે. હાલમાં પકડાયેલા આરોપી પાસેથી પોલીસે સોના-ચાદીના દાગીના (કી. 45,000), બે મોબાઇલ (કિ. 3,000), રોકડ રકમ રૂ. 8,500 અને ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાના સાધનો (ડિસમીસ, પકડ, કટર) સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપીની અટક કરી હતી….
આરોપી દ્વારા ઘણીબધી ઘરફોડ ચોરીની કબૂલાત અપાઈ….
વધુમાં પોલીસે જણાવ્યુ છે કે, આ ગુનામાં પકડાયેલ આરોપી તથા નહિ પકડાયેલ આરોપી વિષ્ણુ ઉર્ફે રાજુ તથા અન્ય આરોપીઓએ સાથે મળી નડીયાદ, કઠલાલ, મોરબી તાલુકા, અમદાવાદમાં મણીનગર, નારણપુરા વિસ્તારમાં ચેઇન સ્નેચીંગ, બંધ મકાન, દુકાન, ઓફીસના દરવાજા શટરના તાળા નકુચા તોડી ઘરફોડ ચોરી તેમજ મોટરસાયકલ ચોરીઓના ઘણા ગુનાઓમાં સંડોવાયેલ છે, જેમાં નડીયાદ ટાઉન ખાતે વર્ષ 2012 દરમ્યાન કમલા જવેલર્સ નામની દુકાનના શટર તોડી દુકાનમાં રાખેલ તીજોરીની ચોરી કરી તેમા રાખેલ સોના-ચાંદી તથા રોકડ રકમ મળી એક કરોડ રૂપિયાની ચોરી કરેલ છે, જે ગુનામાં આરોપીને કોર્ટ તરફથી સજા કરવામાં આવેલ છે તેમજ છેલ્લા બે માસ દરમ્યાન સુરેન્દ્રનગર, જોરાવરનગર, વઢવાણ તથા બોટાદ ટાઉન વિસ્તારમાં ઘરફોડ ચોરીઓ કરેલ હોવાની કબુલાત આપેલ છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2