બાળકોમાં રહેલી સુશ્રુપ્ત શક્તિઓને ખીલવવા તેમજ બાળકોમાં સર્જનાત્મકતાનો ગુણ વિકસે, સકારાત્મક અભિગમ વિકસે તે હેતુથી વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળામાં બાળમેળો તથા લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું…
આ અંતર્ગત શાળામાં ધો.1 થી 5 માં અભ્યાસ કરતા બાળકોને કલર પૂરણી, ચિત્રકામ, કાગળકામ જેવી વિવિધ પ્રવૃત્તિઓ તથા ધોરણ 6 થી 8 ના બાળકોને લાઈફ સ્કીલના ધોરણે જીવન ઉપયોગી થાય તેવા કાર્યોને સરળ બનાવવા પંચર કરવું, કુકર ખોલવું, વીજળીનો ફ્યુઝ બાંધવો, વાયર લગાવવો, ફાયરના બાટલાને કઈ રીતના ઉપયોગમાં લેવો તેમજ છોકરીઓને હેર સ્ટાઇલ, મહેંદી મૂકવી, પેપરબેગ બનાવવી, કાગળકામ સહિતની પ્રવૃત્તિઓ કરાવવમાં આવી હતી. આ સાથે જ બાળકોને ફાયર સેફ્ટીની સમજ અને પ્રત્યક્ષ નિરીક્ષણ પણ કરાવવામાં આવ્યું હતું…
આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના દરેક શિક્ષકોએ મહેનત કરી બાળકોની સર્જનાત્મક શક્તિને બહાર લાવવા, બાળકોના ઉત્સાહ વધારવા તથા બાળકોમાં તત્પરતા દાખવી બાળકોની જાગૃતતા વધારવાનો પ્રયાસ કર્યો હતો…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl