વાંકાનેર તાલુકાના ધમલપર ગામ નજીક આવેલ ગેલ માતાજીના મઢ પાસે કોઈ શખ્સો સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા દસ શખ્સોને રૂ. 10,800ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી સર્વેલન્સ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફનાં કો. શક્તિસિંહ જાડેજા અને અજીતભાઈ સોલંકી સંયુક્ત રીતે મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના ધમલપર ગામ નજીક આવેલ ગેલ માતાજીના મઢની બાજુના પટમાં દરોડો પાડતા ત્યાં સ્ટ્રીટ લાઈટ અજવાળે જુગાર રમતા ૧). સંજયભાઈ રવજીભાઈ બાવરવા(ઉ.વ. ૨૮), ૨). દલસુખભાઈ મનજીભાઈ દેત્રોજા(ઉ.વ. ૪૦), ૩). રણછોડભાઈ ભવાનભાઈ બાવરવા(ઉ.વ. ૪૩), ૪). દિપકભાઈ દેવશીભાઈ અબાસણીયા(ઉ.વ. ૩૦),

૫). અજયભાઈ ગગજીભાઈ બાવરવા(ઉ.વ. ૧૯), ૬). હિતેશભાઈ દેવરાજભાઈ બાવરવા(ઉ.વ. ૨૯), ૭). રાજેશભાઈ ભીમાભાઇ બાવરવા(ઉ.વ. ૩૯), ૮). નવઘણભાઈ ચતુરભાઈ અબાસણીયા(ઉ.વ. ૨૧), ૯). જયદીપભાઇ દીપકભાઈ ધામેચા(ઉ.વ. ૨૮) અને ૧૦). રાયસીંગભાઇ છનાભાઈ બાવરવા(ઉ.વ.૩૦, રહે બધા ધમલપર)ને રોકડ રકમ રૂ. 10,800 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર સીટી પોલીસની આ કામગીરીમાં પીઆઈ એન. એ. વસાવા, એએસઆઈ હીરાભાઈ મઠીયા, હેડ કો. હરપાલસિંહ પરમાર તથા યશપાલસિંહ પરમાર તથા હરદીપસિંહ ઝાલા, કો. શક્તિસિંહ જાડેજા, અજીતભાઈ સોલંકી, દિવ્યરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ વાળા, કૃષ્ણરાજસિંહ ઝાલા અને મુકેશભાઈ વાસાણી સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

 

error: Content is protected !!