વાંકાનેર શહેર નજીક આવેલ હેમ પેઇન્ટ કારખાનાથી થાન ચોકડી તરફ જતાં થાન રોડ ઉપર પસાર થતાં એક યુવાનને રોકીને ‘ તે મને કારખાનામાંથી નોકરીએથી કઢાવેલ છે ‘ તેવું કહીને બે શખ્સોએ ધોકા વડે હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં યુવાનની ફરિયાદ પરથી વાંકાનેર સિટી પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટીમાં રાજગોર સમાજની વાડી પાછળ રહેતા પ્રહલાદભાઇ નરભેરામભાઇ ચારોલા(ઉ.વ. ૪૦)એ આરોપી સંજયભાઇ નાજાભાઇ મુંધવા (રહે અમરનાથ સોસાયટી, વાંકાનેર) અને પીન્ટુભાઇ અજાભાઇ સરૈયા (રહે. હસનપર) સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે,
ફરિયાદી પોતે હેમ પેઇન્ટ કારખાનાંથી થાન ચોકડી તરફ જતાં થાન રોડ પર પસાર થઈ રહ્યો હોય ત્યારે તેને રસ્તામાં ઊભો રાખી આરોપીઓએ ફરિયાદીને “ તે જ મને હેમ પેઇન્ટ કારખાનામાં નોકરીમાંથી કઢાવેલ છે ” કહી જેમ ફાવે તેમ ગાળો આપી આરોપીએ લાકડાના ધોકા વડે ફરિયાદી પર હુમલો કરી બન્ને પગે તથા બન્ને હાથે માર મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી…
જેથી આ બનાવમાં યુવાનને બંને આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આરોપીઓ સામે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl