વાંકાનેર સીટી પોલીસના નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેર નજીક આવેલ હસનપર રેલ્વે ફાટક નજીક રોડની સાઈડમાં પડેલ એક સફળ કલરની સ્વીફ્ટ કારમાંથી પોલીસને 120 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે કાર મુકી ફરાર થઈ જનાર આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે થાન બાજુથી એક સફેદ કલરની કારમાં વિદેશી દારૂનો જથ્થો વાંકાનેર બાજુ આવી રહ્યો છે, જેના આધારે પોલીસ ટીમ રવાના થતાં રસ્તામાં હસનપર ગામ નજીક રેલ્વે ફાટકથી થોડે આગળ રસ્તામાં એક સફેદ કલરની સ્વીફ્ટ કાર નં. GJ 03 FK 0911 પડેલ મળી આવતા ગાડીની તલાશી લેતા તેમાંથી 120 બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. 45,000)ની મળી આવી હતી જેથી પોલીસે કાર અને વિદેશી દારૂ સહિત કુલ રૂ. 2,45,000 નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
આ બનાવમાં કાર ચાલક પાસ કે પરમીટ વગર વિદેશી દારૂની હેરાફેરી કરતો હોય જેમાં પોલીસની બીકે પોતાની ગાડી રસ્તામાં જ મુકી ફરાર થઈ જતાં પોલીસે સ્વીફ્ટ કાર નં. GJ 03 FK 0911 ના ચાલક સામે પ્રોહી કલમ 65-A, 65-E, 116-B, 98(2) મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl