વાંકાનેરના પ્રજાવત્સલ રાજવી મહારાણા કેશરીદેવસિંહ ઝાલાની રાજકીય પરંપરા મુજબ રાજતિલક વિધિના પાંચ દિવસના ઉત્સવની શરૂઆત થઈ ચૂકી છે જેમાં ગઈકાલે ઉત્સવના બીજા દિવસે વાંકાનેર રાજવી પરિવાર દ્વારા જુના દરબારગઢ ખાતે બ્રહ્મચોર્યાસીનું આયોજન કરાવામાં આવ્યું હતું જેમાં ભૂદેવો, સંતો, મહંતો દ્વારા મહારાણા કેશરીદેવસિંહને મંત્રોચ્ચાર સાથે આશીર્વચનો પાઠવવામાં આવ્યા હતા…..
આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ બ્રહ્મ ચોર્યાસીના ભોજન સમારંભમાં કેસરીદેવસિંહ દ્વારા ભૂદેવોને ભોજન પીરસવામાં આવ્યું હતું. આ તકે બ્રહ્મ સમાજના અગ્રણીઓ અને સાધુ સમાજના આગેવાનો દ્વારા કેસરીદેવસિંહનું સન્માન કરવામાં આવ્યું હતું….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2