વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ એક સિરામીક ફેકટરીમાં કામ કરતો શ્રમિક યુવાનની પૈસાની લેતીદેતી બાબતે અન્ય યુવકે હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે. જેથી આ બનાવમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ એક સિરામીક કારખાનામાં રહી અને મજુરી કામ કરતા મદનપાલ કુંજબીહારી (ઉ.વ. 20, રહે. મૂળ. નથુપુરા જી. મહોબા, ઉત્તર પ્રદેશ)નામના યુવાનની હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે જેથી આ બનાવમાં મૃતક યુવાનના મોટાભાઈ પુષ્પેન્દ્રકુમાર કુંજબીહારી પાલએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે,
મૃતક મદનપાલ આરોપી રાઘવેન્દ્ર રામકુમાર રાજપુત (રહે.એનડીજાઇન કારખાનુ, માટેલ રોડ) તથા અશ્વીન ઉદાભાઇ પગી (રહે.લાટો ટાઇલ્સ, સરતાનપર) પાસે પૈસા માંગતો હોવાથી આરોપી રાઘવેન્દ્રએ મૃતકને ફોન કરી પૈસા લઈ જવા બોલાવી તેની હત્યા કરી નાખી હતી. જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 302, 114 મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2