વાંકાનેર વિસ્તારમાં થોડા સમય અગાઉ એક શખ્સ સગીરાનું અપહરણ કરી ભગાડી ગયો હોય જેને મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે ઝડપી પાડી અને ભોગ બનનાર સગીરાને પણ શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી હાથ હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર વિસ્તારમાં રહેતી સગીરવયની દિકરીને એક શખ્સ હસનપર ગામની સીમમાં આવેલ મહાલક્ષ્મી સીરામીક કારખાનામાંથી અપહરણ કરી ભગાડી ગયો હોય જે આરોપી તથા ભોગબનનાર બન્ને મધ્યપ્રદેશ રાજ્યના પીટોલ વિસ્તારમાં હોવાની મળેલ હકિકત આધારે,
તપાસ કરતા આરોપી તથા ભોગબનનાર બન્ને હાલે વાંકાનેર બાઉન્ડ્રી બાજુ હોવાની હકિકત મળતા જેના આધારે પોલીસ ટીમે ત્યાંથી આરોપી દીનેશભાઇ ગુલુભાઇ ગુંડીયા (ઉ.વ.૩૦, રહે. પીટોલ, કલણ તલાવ ફળીયુ તા. પીટોલ જી.જાબવા, એમ.પી.) તથા ભોગબનનાર બાળા બન્ને મળી આવતા બન્નેને હસ્તગત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની આ કામગીરીમાં પીઆઈ એમ.આર.ગોઢાણીયા તથા પીએસઆઇ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા, વી.કે.કોઠીયા તથા એ.એસ.આઈ. રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ તથા હેડ કો. જયવંતસિંહ ગોહીલ,દશરથસિંહ ચાવડા, તથા પો.કોન્સ. નંદલાલ વરમોરા, અશોકસિંહ ચુડાસમા,પરાક્રમસિંહ જાડેજા, બકુલભાઇ કાસુન્દ્રા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2