વાંકાનેરના પ્રજાવત્સલ રાજવી પરિવારનાં ૧૬ મી પેઢીના યુવા રાજવી મહારાણા કેશરીદેવસિંહ ઝાલાના રાજ્યાભિષેક અને રાજતિલક વિધિનાં પાંચ દિવસના ઉત્સવનો ગઇકાલથી પ્રારંભ થયો છે જેમાં ઉત્સવના પ્રથમ દિવસે વાંકાનેર નજીક આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે વાંકાનેર રાજવી પરિવાર દ્વારા નિર્મિત દિગ્વિજય દ્વારનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું….
ગઇકાલે ઉત્સવના પ્રથમ દિવસે સવારે ૧૧ વાગ્યે વાંકાનેર નજીકના રતનટેકરી પર બીરાજતા સ્વયંભૂ પ્રગટ જડેશ્વર મહાદેવ મંદિરે મહારાજા કેશરીદેવસિંહજી ઝાલાનાં હસ્તે નિજ મંદિરમાં જડેશ્વર દાદાનું પૂજન – અભિષેક બહ્મદેવોનાં શ્લોક સાથે કાર્યક્રમનો વિધિવત પ્રારંભ થયો હતો જેમાં પૂજન વિધિ બાદ રતનટેકરી ઉપર જવાના પ્રવેશ દ્વાર પર દિગ્વીજય દ્વાર બનાવવામાં આવેલ છે.
જે કેશરીદેવસિંહજી ઝાલાના હસ્તે મંદિરના મહંત રતીલાલજી મહારાજ, લઘુ મહંત જીતેન્દ્રપ્રસાદ ટ્રસ્ટીઓ સહિત સામાજિક, ધાર્મિક તથા સંતો મહંતોની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યુ હતુ. રાજ પરિવાર દ્વારા પરંપરા મુજબ રાજવીઓના શુભ પ્રસંગની શરૂઆત બહ્મચોર્યાસી દ્વારા કરવામાં આવતી હોય છે જે અંતર્ગત આજરોજ જુના દરબાર ગઢ ખાતે બપોરે બ્રહચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2