વાંકાનેર તાલુકાના વિરપર ગામે પડતર ખાણમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ…

0

વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં આવેલ એક પડતર ખાણમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી દેશી દારૂ, આથો અને ભઠ્ઠીના સાધનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વિરપર ગામે આવેલ એડોરેશન કારખાનાની સામે પડતર ખાણમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી ગેસનો ચૂલો, બાટલો, ઠંડો- ગરમ આથો, દેશી દારૂ સહિત કુલ રૂ. 3,200 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. પોલીસના આ દરોડા દરમિયાન આરોપી સાગર રમેશભાઇ ડાંગરેચા (રહે. વીરપર તા. વાંકાનેર) સ્થળ પર હાજર મળી ન આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2