રાજકોટ તાલુકાના નાકરાવાડી ગામના છેલ્લા બે દિવસથી ગુમ થયેલા યુવાનનો વાંકાનેરના ખખાણા નજીક મચ્છુ ડેમ-1ના કાંઠેથી મૃતદેહ મળી આવ્યો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના નાકરાવાડી ગામ ખાતે રહેતા 27 વર્ષીય કાનજીભાઇ રઘુભાઇ બાવરવા ગત તા. 15ના રોજ રાત્રીના બારેક વાગ્યાના સુમારે કોઇને કહ્યા વગર પોતાના ઘરેથી જતા રહેલ હતા. જે બાદ તેમના પરિવારજનો દ્વારા યુવાનની પોલીસમાં ગુમશુદા નોંધ કરાવવામાં આવી હતી.
આ બનાવમાં હાલ યુવાનની વાંકાનેરના મચ્છુ-1 ડેમના કાંઠેથી પાણીમાં ડુબી જવાથી મોત થયા બાદ મૃત હાલતમાં મળી આવી છે, જેથી વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી યુવાને આપઘાત કર્યો છે કે અકસ્માતે પાણીમાં પડી ગયો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f