વાંકાનેર તાલુકાના ખાનપર ગામ ખાતે એક યુવતીએ કોઈ કારણસર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જે બનાવમાં તરુણીની નવા કપડાં લેવાની જીદ પુરી ન થતા અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ખાનપર ગામ ખાતે રહેતી 18 વર્ષીય નયનાબેન રાજુભાઇ મેરએ ગત તા. 14ના રોજ રાતના સાડા નવ વાગ્યા આસપાસ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી, જેથી તેને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું…
અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક યુવતીના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી તેને પોતાના માતા-પિતા સામે નવા કપડા લેવાની જીદ કરી હતી, પરંતુ આ બાબતે પરિવાર સાથે મનદુઃખ થતા યુવતીએ અંતિમ પગલું ભરતાં ઝેરી દવા પી લીધી હતી જેમાં તેનું મોત થયું હતું…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f