વાંકાનેર રાજ પરિવારમાં 68 વર્ષ બાદ ધાર્મિક અને રાજકીય પરંપરા મુજબ ભવ્યાતિભવ્ય રાજતિલક વિધિ યોજાશે, આમ નાગરિકથી ખાસ નાગરિકો સુધી તમામ લોકોની સહભાગિતા સાથે પાંચ દિવસના કાર્યક્રમોનું આયોજન…

વાંકાનેરના નામદાર મહારાણ રાજસાહેબ શ્રી કેશરીદેવસિંહજી ઝાલાની રાજ પરંપરા મુજબ આગામી તારીખ 04 ના રોજ ભવ્યાતિભવ્ય રાજતિલકવિધીનું યોજાશે, જેના અંતર્ગત પાંચ દિવસના ભરચક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વાંકાનેર રાજ પરિવારમાં 68 વર્ષ બાદ ભવ્યાતિભવ્ય રીતે ધાર્મિક અને રાજ પરંપરા મુજબ રાજતિલક વિધિ યોજાશે, જેમાં વાંકાનેર શહેરના આમ નાગરિકથી માંડી સમગ્ર ગુજરાતના ખાસ નાગરિકો સુધીના સહભાગી બને તેવું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે…

વાંકાનેરના પ્રજાવત્સલ્ય રાજવી સ્વ. શ્રી અમરસિંહજી ઝાલાના પ્રપૌત્ર શ્રી કેશરીદેવસિંહજી દિગ્વિજયસિંહજી ઝાલાની રાજ્યાભિષેક વીધી તથા “રાજતિલકવિધી” નો પાવન પ્રસંગ વાંકાનેરના આંગણે ધાર્મિક વિધી વિધાન અને રાજવી પરમપરા મુજબ પાંચ દિવસ સુધી જુદા જુદા પાવન કાર્યો સાથે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વાંકાનેરના રાજ પરિવાર સાથે સમગ્ર વાંકાનેર પંથકના નગરજનોમાં અનેરો થનગનાથ જોવા મળી રહયો છે. ગામે-ગામ સંતો-મહંતો અને ક્ષત્રીય સમાજ સહીત તમામ સમાજના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓને નિમંત્રણો પહોંચાડવા સહીતની “રાજ તિલકવિધી” ની તડામાર તૈયારીઓ સાથે જુના દરબારગઢ અને ગરાસીયા બોડીંગ ખાતેથી તમામ તૈયારીઓને આખરી ઓપ અપાય રહ્યો છે….

નામદાર મહારાણા રાજ શ્રી કેશરીદેવસિંહજી ઝાલાનો બોહળો ચાહક વર્ગ જુદી જુદી જ્ઞાતિના અગ્રણીઓ, ક્ષત્રીય સમાજ સહીત તમામ જ્ઞાતિના યુવાનો ઉત્સાહભેર
આ કાર્ય દિપી ઉઠે તે માટે કામે લાગી ગયા છે. રાજ પરિવારના આંગણે પરમપરાગત રીતે યોજાનાર “રાજતિલકવિધી” ની માહીતી આપતા મહારાણારાજ શ્રી કેશરીદેવસિંહજી ઝાલાએ જણાવેલ કે પ્રથમ તા. ૦૧/૦૩/૨૦૨૨ ને મહાશિવરાત્રીના પાવન દીને વાંકાનેરથી દસ કિ.મી. દૂર આવેલ
સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારે શ્રી જડેશ્વર દાદાના નિજ મંદિરમાં અભિષેક –પુજન બાદ શ્રી જડેશ્વર મહાદેવ મંદિરના “રતન ટેકરી” ના પ્રવેશ દ્વારે બનાવવામાં આવેલ ‘દિગ્વિજય દ્વાર ” મંદિરને અર્પણ કરવામાં આવશે….

બીજા દિવસે તા. ૨/૩/૨૦૧૨ ના જુના દરબારગઢ ખાતે બ્રહમચોર્યાસી રાજવી પરિવાર દ્વારા યોજાશે. જેમાં ઉપસ્થિત તમામ ભુદેવો સાધુ-સંતો દ્વારા વૈદિક મંત્રોચાર અને સંસ્કૃતના શ્લોક સાથે મહારાણા રાજશ્રી કેશરીદેવસિંહજી ઝાલા ઉપર આર્શિવાદ વરસાવવામાં આવશે. આજ રીતે ત્રીજા દિવસે તા. ૩/૩/૨૦૨૨ ના જુના દરબારગઢ ખાતે સવારથી યજ્ઞ તથા રાજયાભિષેક સહીત રાજવી પરમપરાગત ધાર્મિક વિધીઓ સંતો-મહંતો અને પરિવારના સદસ્યોની ઉપસ્થિતિમાં સંમ્પન થશે. તેમજ તા‌. ૦૪/૦૨/૨૨ ના જુના દરબાગઢમાં સવારે ૮-૦૦ થી ૯-૦૦ વાગ્યા સુધી રાજતિલક વિધિ નો પાવન પ્રસંગ વૈદીક મંત્રોચાર સાથે થશે. તેમાં પણ વાંકાનેર પંથકના પ્રતિષ્ઠીત મંદિરના સંતો-મહંતો રાજના ગોર સહીત ક્ષત્રીય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અને રાજ પરિવારની પરમપરાગત “રાજતિલક” ઝાલા કુટુંબની કુંવારી દિકરીબાના હસ્તે મહારાણા રાજ શ્રી કેશરીદેવસિંહજી ઝાલાને રાજતિલક કરવામાં આવશે. આ ઉપરાંત ક્ષત્રીય સમાજ દ્વારા રાજ સાહેબને પાઘડી પહેરાવવામાં આવશે. ત્યારબાદ બેન્ડ પાર્ટીના સંગીતના સુર સાથે જુના દરબાગઢથી “નગરયાત્રા” (શોભાયાત્રા) પ્રસ્થાન થશે. જે અમરરોડ (ગઢની રાંગ) તરફ ના રોડથી લુહારશેરી ત્યાંથી મેઈન બજાર થઈ ચાવડીચોક, માર્કેટચોકથી દિવાનપરામાં શ્રી અમરસિંહજી બાપુના બાવલા સ્ટેચ્યચોક સુધી જશે.

ત્યાં પ્રજાવત્સલ્ય રાજવી અમરસિંહજી બાપુની પ્રતિમાને નામદાર મહારાણા રાજ સાહેબશ્રી કેશરીદેવસિંહજી દિગ્વિજયસિંહજી ઝાલા દ્વારા પ્રતિમાને પુષ્પહાર પહેરાવી ભાવવંદના સાથે આર્શીવાદ મેળવશે. આ નગરયાત્રામાં વીન્ટેજ કાર, બગી, શણગાર સજેલા ઘોડા તેમજ ક્ષત્રીય સમાજ તેમના પરમપરાગત પોષાક પાઘડી-સાફા સાથે તેમજ તમામ નગરજનો, સંતો, મહંતો શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી બોહળી સંખ્યામાં લોકો ઉમટી પડશે અને “નગરયાત્રા” માં જોડાશે. શહેરના રાજમાર્ગો ઉપર શ્રી કેશરીદેવસિંહજી ઝાલા ઉપર નજરજનો પુષ્પવર્ષા કરી રાજવી પરમપરાના દર્શન કરાવાશે. નગરયાત્રા પૂર્ણ થયા બાદ જુદી જુદી જ્ઞાતિના અગ્રણીઓ અને તેમના સમર્થકો દ્વારા બાપુ સાહેબનું અદકેરૂ સન્માન કરવામાં આવશે. અને બાપુના બાવલા પાસેથી નગરયાત્રા પૂર્ણ જાહેર થશે.

સાંજે ૬-૦૦ વાગ્યે શ્રી ધોળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણ ” મેળા પરિષર” ગ્રાઉન્ડમાં ક્ષત્રીય સમાજના કાર્યક્રમમાં સમસ્ત ક્ષત્રીય સમાજ દ્વારા નામદાર મહારાણા શ્રી કેશરીદેવસિંહજી ઝાલાનું સન્માન કરવામાં આવશે ત્યારબાદ ક્ષત્રીય સમાજ માટે ભોજન પ્રસાદનો પ્રારંભ થશે. તા. ૫/૩/૨૦૨૨ ના ઉત્સવના છેલ્લા દિવસે પણ શ્રી ધોળેશ્વર મહાદેવ મંદિર મેળા પરિષરમાં વાંકાનેર સમસ્ત નગરજનો માટે સાંજે ૬-૦૦ વાગ્યેથી ભોજન પ્રસાદનો પ્રારંભ થશે, જેમાં સમગ્ર વાંકાનેરની જનતાને આમંત્રણ આપવામાં આવશે. વાંકાનેરના નામદાર રાજસાહેબશ્રી કેશરીદેવસિંહજી ઝાલાના રાજયાભિષેક અને રાજતિલક વિધીના પાંચ દિવસના કાર્યક્રમમાં જુદા જુદા સ્ટેટના રાજવી પરિવારો ઉપરાંત રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ જુદા જુદા શહેરોના સંતો-મહંતો ઉપરાંત સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ વિગેરે ઉપસ્થિત રહેશે અને શ્રી કેશરીદેવસિંહજીનું સન્માન કરી શુભેચ્છા પાઠવશે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2

 

error: Content is protected !!