વાંકાનેર રેલ્વે સ્ટેશન નજીક આવેલ સીટી સ્ટેશન પાસે ગત તા. ૨૪ ના રોજ એક વૃદ્ધએ કોઈ અગમ્ય કારણોસર ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર રેલ્વે પોલીસ દ્વારા નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની ભાટીયા સોસાયટી ખાતે રહેતા તુલસીદાસ નરશીભાઈ પઢારિયા (ઉ.વ. 60) નામના વૃદ્ધએ ગત તા. 24/02ધા રોજ બપોરના 4:30 વાગ્યાની આસપાસ વાંકાનેર સીટી સ્ટેશન નજીક પસાર થતા ટાવર વેગન એન્જીન હેઠળ પડતું મુકી કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર રેલ્વે પોલીસ દ્વારા નોંધ કરી વધુ તપાસ એ.એસ.આઈ ઇન્દ્રજીતસિંહ ઝાલા ચલાવી રહ્યા છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2