વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીકથી બાઈક લઈને પસાર થતા એક યુવાનનું બાઈક ડિવાઈડર સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં નીચે પટકાયેલ યુવાનને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી નવઘણભાઈ સામંતભાઈ વાડવેલીયા(ઉ.વ. 40, રહે. કેરાળા)એ વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓનો દીકરો ઉમેશભાઈ નવઘણભાઈ વાડવેલીયા (ઉ.વ. 21) પોતાનું બાઇક નંબર GJ 36 AB 8017 લઈને કેરાળા ગામના બોર્ડ તરફથી વાંકાનેર તરફ આવી રહ્યો હોય દરમ્યાન વાંકાનેર માર્કેટીંગ યાર્ડના બસ સ્ટેન્ડ પાસે તેનું બાઇક અચાનક કોઈ કારણસર ડિવાઇડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં યુવાનને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજા પહોંચતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું….

જેથી મૃતક યુવાનના પિતાએ આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરતાં પોલીસે આ બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2

error: Content is protected !!