વાંકાનેર : પર્યુષણ પૂરાં થતાં જૈન દેરાસર ખાતેથી વરઘોડો નીકળ્યો…

0

હાલ ચાલતા આઠ દિવસના પર્યુષણ પર્વ આજે પુરા થતા વાંકાનેર જૈન સમાજ દ્વારા પરંપરાગત રીતે જૈન દેરાસર ખાતેથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં જળજાત્રાનો વરધોડો ચાંદીના રથમાં ભગવાનને બિરાજમાન કરી, ચાંદીના પારણા, જલમંદિર, મેરૂ, રામણદિડો, છડી-ધોકા સાથે શણગારેલા વાહનોમાં ચાંદીના ૧૪ સ્વપ્ના લઇ સ્નાત્રપૂજા ભણાવી, વાંકાનેર શહેરમાં ૩ કલાક ફરી પુનઃ દેરાસર ખાતે પહોંચ્યો હતો, જ્યાં ભગવાનને પાંચ પોખણાં કરાયા હતા…

આ વરઘોડામાં 500 થી વધુ જૈન સમાજના નાગરિકો, જૈન સંધના સેક્રેટરી રાજુભાઇ મહેતા, ભૂપતભાઇ મહેતા, પ્રવિણભાઇ શાહ, ડો. અમીનેષ શેઠ, પૂર્વ સાંસદ લલિતભાઇ મહેતા, મહિલા મંડળના સેક્રેટરી નિલાબહેન દોશી, ટ્રસ્ટી જયશ્રીબહેન દોશી સહિતનાં જોડાયા હતા. વરઘોડામાં ભગવાનની પાલખી જૈન શ્રાવકોએ ઉપાડી હતી. વરઘોડાની સંપૂર્ણ વ્યવસ્થા મનીષભાઇ દોશી અને મુકેશભાઇ દોશીએ સંભાળી હતી…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso