વાંકાનેર : ‘ ભાટીયા કા રાજા ‘ ગણેશોત્સવ ખાતે પ્રથમ દિવસે મહાઆરતી યોજાઇ…

0

વાંકાનેર મહારાજ શ્રી કેશરીદેવસિંહ ઝાલાની હાજરીમાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા….

વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટી ખાતે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા “ભાટીયા કા રાજા” ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગઈકાલે પહેલા દિવસની વાંકાનેર મહારાજ શ્રી કેશરીદેવસિંહ ઝાલાની હાજરીમાં મહા આરતી યોજાઇ હતી જેમાં બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા….

ભાટીયા કા રાજા ગણપતિ મહોત્સવ ખાતે પ્રથમ દિવસે હિન્દુ ધર્મ પ્રેમી જનતા મોટી સંખ્યામાં ગણપતી પંડાલમાં ઉપસ્થિત રહી ગણપતિ બાપાની આરતી તેમજ દર્શનનો લાભ લીધો હતો ત્યારે ગણપતી બાપા મોર્યાના નાદ સાથે આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને મુંબઈનાં લાલબાગ કા રાજા જેવા દ્રશ્યો વાંકાનેર ખાતે જોવા મળ્યા હતા…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso