હજુ ગ્રામ્ય વિસ્તારોમાં સમાજવાદએ ઘર કર્યું નથી તેનો તાજો દાખલો વાંકાનેર તાલુકાના પ્રતાપ ગઢ ગામે જોવા મળ્યો છે, જેમાં આખું ગામ મુસ્લિમ સમાજની વસ્તી ધરાવતું હોય તેવા વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામ ખાતે વર્ષોથી વસતા ફાંગલીયા ધનાભાઈ ખેંગારભાઈ ઉર્ફે ધના ભરવાડના ઘરે લગ્ન પ્રસંગમાં ગામના મોમીન સમાજના લોકો સહભાગી બની ભરવાડ પરિવારનો પ્રસંગ ખુશહાલી સાથે સંપન્ન કરાવ્યો હતો…
આ ગામના મુસ્લિમ સમાજના લોકો અને ભરવાડ સમાજના લોકો એક ઘરની જે રહેતા હોય જેથી ધના ભરવાડના ઘરે મુસ્લિમ સમાજનો હેત વર્ષા ધનથી પણ ધનવાન શુભ અવસર કરી દેતા પ્રતાપગઢના મુસ્લિમ અગ્રણીઓ તા 5 અને 6 ના રોજ ફાગલીયા પરિવારને ત્યાં દીકરી દીકરાના લગ્ન પ્રસંગમાં મુસ્લિમ-મોમીન સમાજના ઘરેથી તમામ ભરવાડ પરિવારના રીતિરિવાજ મુજબ પ્રસંગ ઉકેલી કોમી એકતાનું અનેરૂં ઉદાહરણ પુરૂ પાડ્યું હતું….
વાંકાનેર તાલુકાના નાના એવા પ્રતાપગઢ ગામે કોમી એકતાના ઉદાહરણ રૂપ આ કામગીરી કરી આજના આધુનિક યુગમાં સમાજવાદના અંતરને દૂર કરવા વિશ્વને આહવાન કર્યું છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/HhUUwG5FSw3I2EgxB9bA1W