વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વાંકાનેરના પલાસ-માટેલ રોડ પરથી વિદેશી દારૂ ભરેલી એક સેન્ટ્રો કાર ઝડપી લીધી હતી જેમાં કાર ચાલક આરોપી કાર રેઢી મૂકી ફરાર થઈ જતાં પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે પલાસ ગામથી માટેલ જતા રોડ પર વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી એક સેન્ટ્રો કાર નંબર GJ-13-NN-9204ને રોકી તલાશી લેતા તેમાંથી 84 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો…

આ બનાવમાં પોલીસને જોઈ કાર ચાલક આરોપી કાર રેઢી મૂકી નાસી છૂટતા પોલીસે રૂ. 31,500ની કિંમતનો વિદેશી અને કાર સહિત કુલ રૂ. 2,31,500નો મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/HhUUwG5FSw3I2EgxB9bA1W

error: Content is protected !!