વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ એક સિરામીક ફેકટરીમાં ટ્રક રીવર્સ લેતી વેળાએ એક દોઢ વર્ષનું બાળક હડફેટે આવી જતાં બાળકનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ એમપીના વતની અને હાલ વાંકાનેર નજીક ઢુવા પાસે આવેલ સનબીમ કારખાનામાં કામ કરતા સુનીલ રમેશભાઈ ડામોરએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ટ્રક નં. GJ 25 T 5152ના ચાલકે સનબીમ કારખાનામાં ટ્રક રીવર્સ ચલાવતી વખતે પાછળ રમતા ફરિયાદીના દોઢ વર્ષના દિકરા નીલેશને હડફેટે લેતા માસૂમ બાળકનું મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ટ્રક ચાલક શૈલેશભાઈ ચતુરભાઈ પંસારા (રહે. માનસર તા. મોરબી) વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/HhUUwG5FSw3I2EgxB9bA1W