વાંકાનેર તાલુકા અને મોરબી જિલ્લામાં ફરજ બજાવી ચુકેલા વિવાદાસ્પદ પીએસઆઇ આર.પી. જાડેજાને સસ્પેન્ડ કરતાં પોલીસ વડા, પોલીસ બેડામાં ખળભળાટ..

મોરબી-વાંકાનેર વિસ્તારમાં ફરજ બજાવી ચુકેલા અને તાજેતરમાં જ જેમની જુનાગઢ ખાતે બદલી કરવામાં આવી છે તેવા પી.એસ.આઈ. આર. પી. જાડેજાને ગઇકાલે મોરબી એસપી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં આ અધિકારીએ પોતાની સત્તા બહાર જઈ જમીનનો કબજો ખાલી કરાવવા માટેનો પ્રયાસ કરતા એક શખ્સ સાથે અભદ્રવર્તન કર્યું હતું જેથી જે-તે વખતે કોર્ટ મેટર બની હોય જેના આધારે હાલમાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે….

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં અગાઉ પીએસઆઈ તરીકે ફરજ બજાવી ચુકેલા આર. પી. જાડેજાને થોડા સમય પહેલા મોરબી સીટીએ ડીવીઝન પોલીસ સ્ટેશન બાદમાં કંટ્રોલ ઇન્ચાર્જ તરીકે મોરબી એસપી કચેરી અને તાજેતરમાં જ તેમની જૂનાગઢ ખાતે બદલી કરવામાં આવી હતી. જોકે તેમણે હજુ મોરબી જિલ્લામાં ચાર્જ મૂક્યો ન હતો દરમિયાન ગઇકાલે પીએસઆઇ આર.પી. જાડેજાને મોરબી એસપી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે…

વાંકાનેરમાં પોતાના કાર્યકાળ દરમ્યાન ઘણા વિવાદો સાથે સંકળાયેલ પીએસઆઇ આર. પી. જાડેજા જેમના પર તાલુકા પંચાયતના સદસ્યના અપહરણના ગંભીર આક્ષેપો કરવામાં આવેલ તેઓ મોરબી સિટી એ ડિવિઝન સ્ટેશન ખાતે ફરજ પર હતા ત્યારે ગત તા. ૧૦/૭/૨૧ ના રોજ તેઓને માળીયા પાસે બ્રિજનું કામ ચાલુ હતું ત્યાં ફરજના ભાગરૂપે રાતના આઠ થી સવારના આઠ સુધી મૂકવામાં આવ્યા હતા,

જો કે, તેઓ પોતાનો ડ્રેસ પહેરીને સાંજના પાંચેક વાગ્યાના અરસામાં માળીયા હાઇવે ઉપર આવેલ આરામ હોટલ પાસે એક જમીનની બાજુમાં કેબિન મૂકીને દબાણ કરવામાં આવ્યું હોય, ત્યાં જઈને દબાણ કરનાર સાથે અભદ્રવર્તન કર્યું હતું જેથી કરીને તે વખતે કોર્ટ મેટર બની હતી જેના અનુસંધાને ગઇકાલે મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/HhUUwG5FSw3I2EgxB9bA1W

 

 

error: Content is protected !!