વાંકાનેર શહેર ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ પરશુરામ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઉજવણીના ભાગરૂપે આજે વાંકાનેર શહેરના રાજમાર્ગો પર કોમી એકતા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી….
વાંકાનેર બ્રહ્મસમાજ દ્વારા આજે ભગવાન પરશુરામની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી જે નિમિત્તે યોજાયેલ શોભાયાત્રામાં કોમી એકતાના દર્શન થયા હતા. પરશુરામ જયંતિ નિમિતે નીકળેલ શોભાયાત્રામાં વાંકાનેર મુસ્લિમ સમાજના સરફરાઝભાઈ મકવાણા, શાહબાઝખાન પઠાણ, યાસીનભાઈ ખલીફા, જેહાદ બેલીમ, ઈનાયત ભોરણીયા સહિતના દ્વારા ગ્રીન ચોક ખાતે શોભાયાત્રાને પુષ્પહાર સાથે સ્વાગત કરી, ઠંડા પીણા વિતરણ કરવામાં આવ્યુ હતું…
વાંકાનેર બ્રહ્મસમાજના અગ્રણી પૈકી અમીતભાઈ ભટ્ટ, ભરતભાઈ ઓજા, દુષ્યંતભાઈ ઠક્કર સહિતના દ્વારા આયોજિત આ ભવ્ય શોભાયાત્રાનું મુસ્લિમ યુવાનો દ્વારા સ્વાગત કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7