વાંકાનેર તાલુકાના ગારીડા-સમઢિયાળા ગામ વચ્ચે છકડો રીક્ષા પલ્ટી ખાઇ જતાં ચાલકનું મોત…

0

વાંકાનેર તાલુકાના ગારીડા ગામથી સમઢિયાળા ગામ તરફ જવાના રોડ પર પોતાની છકડો રીક્ષા લઈ પસાર થતા શખ્સની રીક્ષા પલ્ટી ખાઇ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષા ચાલકનું મોત થતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા મુળજીભાઇ ઉર્ફે ટીનો મનજીભાઇ વીકાણી પોતાની છકડો રિક્ષા લઇ ગારીડા ગામથી સમઢિયાળા ગામ તરફ પુર ઝડપે જઇ રહ્યા હોય દરમ્યાન છકડો રીક્ષા પલ્ટી ખાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષા ચાલક મુળજીભાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7