વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ એક વેલ્ડીંગ કારખાનાની ઓરડીમાં રહેતા શ્રમિક પરિવારમાંથી અચાનક પિતા-પુત્રી લાપતા બન્યા છે જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે મહિલાની ફરિયાદ પરથી બંનેની ગુમસુદા નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ સેગા કારખાનાની બાજુમાં સુરજ વેલ્ડીંગના કારખાનાની ઓરીડીમાં રહેતી શિલ્પાબેન રવીન્દ્રભાઇ નિનામા(મુળ રહે. વસૈયા,  ભિલોડા (અરવલ્લી)એ વાંકાનેર તાલુકા પોલીસમાં તેમના પતિ અને ચાર વર્ષની દિકરી વિશે ગુમસુદા નોંધ કરાવી છે,

જેમાં તેમણે જણાવ્યું છે કે, ગત તા.૧૯/૦૩/૨૦૨૨ ના સવારના ૦૫:૩૦ થી ૦૭:૦૦ વાગ્યા દરમિયાન તેના પિતા રવીન્દ્રભાઇ નિનામા અને સાડા ચાર વર્ષની પુત્રી દેવીકા નિનામા ઘરેથી નીકળ્યા બાદ લાપતા થયા છે. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

error: Content is protected !!