વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ અને કલાવડી ગામ ખાતે નવી પવનચક્કી નાંખવા બાબતે પવનચક્કી કંપનીઓ દ્વારા પ્રચંડ બ્લાસ્ટ કરવામાં આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ આજુબાજુના ગ્રામજનો દ્વારા તાત્કાલિક મંજુરી વગર ચાલતા આ પવનચક્કીના કામને બંધ કરાવવા ઉગ્ર માંગ ઉઠાવી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામના રેવન્યુ સર્વે નંબર 44 અને 68 પૈકી 1 ફાળવવામાં આવેલ છે. આ જમીનમાં હાલે પવનચક્કી ઉભી કરવા માટે ફાઉન્ડેશનનું કામ ચાલે છે ત્યારે જેના બાંધકામ કોન્ટ્રાકટર દ્વારા છેલ્લા ત્રણ-ચાર દિવસથી અહિં મોટા બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.

જેથી આ બાબતે મોરબી ભૂસ્તરશાસ્ત્ર વિભાગમાં ગ્રામજનોએ તપાસ કરતાં બહાર આવ્યું હતું કે જવાબદાર તંત્ર દ્વારા અહિં હેવી બ્લાસ્ટ કરવા અંગે કોઈ પરવાનગી પવનચક્કીની કંપની કે તેના બાંધકામ કરતા કોન્ટ્રાકટરને આપવામાં આવેલ નથી. તેમ છતાં કોન્ટ્રાકટર દ્વારા સરકારના અધિકારીઓના ડર વિના કામ કરી રહ્યા છે. આ પવનચક્કી કંપનીઓની સામે પ્રતાપગઢ અને નવી કલાવડી ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા બાબતે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી…

વાંકાનેરના પ્રતાપગઢ ગામની સીમમાં અને નવી કલાવડી ગામતળની નજીક હાલ પવનચક્કી ઉભી કરવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા તેના કોન્ટ્રાક્ટરને હેવી બ્લાસ્ટિંગ કરવાની મંજુરી ન હોવા છતાં પણ મોટા બોર કરીને મોટા બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે ત્યારે અહિંના ગામ લોકો અને ખેડૂતો દ્વારા કલેકટર, પ્રાંત અધિકારી અને મામલતદારને રજૂઆત કરવામાં આવી છે. છતાં બાબતે હજુ સુધી જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી….

અહિં સરકારની મજુરી વિના મોટા બ્લાસ્ટિંગ કરવામાં આવેલ હોય જેની સામે સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા ઇન્ડિયન એક્સ્પ્લોઝીવ એક્ટ અને એક્સ્પ્લોઝીવ રુલ્સ ૨૦૦૮ ના નિયમ નંબર ૫, ૬ અને ૯ બી મુજબની ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરવામાં આવેલ છે તેમજ આજુબાજુના વિસ્તારમાં જે પણ નુકશાન થયેલ છે તેનું વળતર ચુકવવા માટે પણ ખેડૂતો અને ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr

error: Content is protected !!