વાંકાનેર તાલુકાના રંગપર ગામ નજીક રોડ પર ઉભેલ એક કારને સાઈડમાં લેવા બાબતે બે શખ્સોએ કાર ચાલક સાથે બોલાચાલી કરીને બાદમાં ઉશ્કેરાઈ કારમાં લોખંડનો પાઈપ મારીને કાચ ફોડી નાખી યુવાન સાથે બાખડયા હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવમાં કાર ચાલક યુવાને બંને આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રંગપર ગામ નજીક રોડ પર સાઈડમાં ઉભેલ એક કારને સાઈડમાં લેવા બાબતે કારચાલક હિરેનભાઈ બાબુભાઈ પટેલ (ઉ.વ. 33, રહે. પારડી તા.લોધીકા) નામના યુવાનને આરોપી કુલદીપ રાજુભાઈ ખાચર અને જયદેવ (રહે. બંને રંગપર) નામના શખ્સો દ્વારા બોલાચાલી કરીને માથાકૂટ કરી ગાળો આપી લોખંડના પાઇપ વડે ફરિયાદીની કારનો કાચ તોડી નાખી અને યુવાનો કાંઠલો પકડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી…
બનાવ બાદ ભોગ બનેલા કાર ચાલક યુવાને બંને આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વિધિવત ગુન્હો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr