ચક્રવાતના બીજા અહેવાલની નાની સફળતા : નાન પાનગલ્લા વાળાઓને માલ આપવાનું શરૂ કરાયું : વાંકાનેર શહેરના માર્કેટ ચોક,નાગરિક બેંકની બાજુમાં આવેલ મોટી પેઢી ભગવતી એજન્સી કાળાબજારીમાં મોખરે હોવાની ચર્ચા, લાખો-કરોડોના જીએસટી ચોરી, તંત્ર ક્યારે હરકતમાં આવશે…?

વાંકાનેર શહેરમાં ચાલતી સોપારી, બીડી, તમાકુની કાળાબજારી બાબતેના ચક્રવાતના અખબારી અહેવાલો બાદ કાળાબજારિયાઓમાં ચર્ચા જાગી છે કે અમારો આ કાળા બજારીનો કાળો કારોબાર કોઈ રોકી ન શકે, કારણ કે અમો જવાબદાર તંત્રને નિયમિત હપ્તા ભરીએ છીએ ! બાબતે પ્રશ્ન એ બને છે કે આ કાળા બજારા વેપારમાં વેપારીઓ પાસેથી હપ્તા લેનાર અધિકારીઓ કોણે ? જે બાબત તપાસનો વિષય બન્યો છે….

અગાઉ ચક્રવાતના અહેવાલમાં જણાવ્યા મુજબ વાંકાનેર શહેરમાં લોકડાઉન થવાનું હોવાની ચર્ચા દરમ્યાન લોકડાઉન પૂર્વે કરોડોની કિંમતમાં મોટા જથ્થામાં સોપારી, તમાકુ, બીડીનો જથ્થો અને પાન-મસાલાનાં મોટો જથ્થો કાળા બજારી કરવા માટે અમુક વેપારીઓ દ્વારા સંગ્રહ કરાયો હોવાના અહેવાલ બાદ પણ જવાબદાર તંત્રના પેટનું પાણી હાલતું નથી. બાદમાં આજે આ સમાચાર સાર્થક બન્યા છે જેમાં શહેરભરમાં કાળા બજારીએ માઝા મૂકી છે ત્યારે પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.

વાંકાનેર શહેરના એક કાળા બજારીયા વેપારી દ્વારા મોટા જથ્થામાં પાન, બીડી, તમાકુનો જથ્થો સંગ્રહ કરાયેલ હોય અને આ તમામ વસ્તુઓમાં ઊંચો જીએસટી હોવાથી આ માલના જથ્થામાં જીએસટી ચુકવાયો છે કે નહીં તે પણ તપાસનો વિષય છે. જેમાં પણ સરકારને કરોડોની જીએસટી ચોરીનો ચૂનો લગાવીને પણ કાળા બજારનો ધંધો પ્રગતિના પંથે ચાલી રહ્યો હોય તો તેની પાછળ કયું પરિબળ કામ કરી રહ્યું છે ? હપ્તા બાપા કે રાજકીય લાગવગ, સીધો મતલબ પ્રથમ દ્રષ્ટિએ હપ્તા બાપાની જય માનવી ઘટે…

એક દિવસ પૂર્વે ચક્રવાતના અખબારી અહેવાલો બાદ સ્થાનિક પાન ગલ્લાવાળાઓને અત્યાર સુધી ન અપાતો માલ આપવાનું શરૂ થયું છે. રોજનું કમાઈને રોજ ખાનારા નાના પાન ગલ્લાવાળાઓને લાભ થયો ખરો. બાબતે કહેવું અનિવાર્ય બન્યું છે કે વાંકાનેર શહેરમાં સ્વેચ્છિક અડધા દિવસનું લોકડાઉન છે જેમાં બપોર બાદ સંપૂર્ણ લોકડાઉન જેવો માહોલ જોવા મળે છે પરંતુ બપોર સુધી નિયમિત તમામ ધંધાઓ ધમધમી રહ્યા છે. પરંતુ સોપારી, તમાકુ, બીડીના જથ્થાબંધ અને રિટેલ વેપારીઓની દુકાનો બંધ જોવા મળી રહી છે. લોકડાઉન ન હોવા છતાં કાળા બજારી કરનારાઓ પોતાની દુકાનો બંધ કેમ રાખે છે ?

બાબતે ખાનગી રાહે મળેલી વિગતો મુજબ વાંકાનેર શહેરના માર્કેટ ચોક, નાગરિક બેંક પાસે આવેલ ભગવતી એજન્સી નામની પેઢી પાસે સ્ટોકમાં રહેલ સોપારી, તમાકુ, બીડી અને પાન-મસાલાનાં મોટાપાયે કાળા બજાર કરતા હોવાની ચર્ચા જાગી છે. અસલ માલની સાથે નકલ પણ તોળાઇ રહ્યો હોવાની ચર્ચા પણ જાગી છે. બાબતે ચક્રવાતના બીજા અહેવાલ બાદ પણ જવાબદાર તંત્રની આંખ ખુલશે કે કેમ ? આ તમામ કાળા બજારી કરનારા વેપારીઓ પાસેથી સ્ટોક પત્રક અને વેપાર વેચાણનો સરવાળો કરવામાં આવે તો મોટું ષડયંત્ર બહાર આવી શકે છે. કાળા બજારી અને સ્ટોક નિયંત્રણ ધારો ગાઢ નિદ્રામાં પોઢી રહ્યો છે કે શું ? સચોટ અખબારી અહેવાલો બાદ પણ આ કાયદાને વાંકાનેર શહેરમાં લાગું કરવામાં જવાબદાર તંત્ર તસ્દી લેશે કે કેમ…?

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr

 

error: Content is protected !!