દેશભરમાં 25મી જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેથી દેશના ભાવિ એવા બાળકોને મતદાન વિશે અને મતદાતા વિશે માહિતી અને સમજણ પ્રાપ્ત થાય તે હેતુથી વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળામાં પ્રશ્નમંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકોની કુલ પાંચ ટીમો બનાવી પ્રશ્નમંચ સ્પર્ધા યોજાઇ હતી….

આ સ્પર્ધામાં બાળકોને એક મતની કિંમત અને મતદાન વિશે તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી. જે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ કુબાવત દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય અનિલભાઈ પનારા અને શાળાના શિક્ષક અશ્વિનભાઈ વંડરાએ બાળકોને મતદાન જાગૃતિ વિશે સમજૂતી આપી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને ગામના તલાટી મંત્રી બારીયા સાહેબ દ્વારા ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકો રણજીતભાઈ, અનિલભાઈ, અશ્વિનભાઈ, નરેન્દ્રભાઈ, અંજનાબેન તથા નસીમબેનએ ભારે જહેમત ઉઠાવી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!