વાંકાનેર બાઉન્ડ્રી નજીક પત્નીને મૂકીને પરત આવતા યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત….

0

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં દરિયાલાલ કાંટા પાસે રહેતો યુવાન બાઇક લઈને તેની પત્નીને વાંકાનેર બાઉન્ડ્રી નજીક મૂકવા માટે ગયેલ હોય જ્યાંથી પરત ફરતા રસ્તામાં યુવાનનું બાઇક સ્લીપ થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક યુવાનનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ મોરબી ખાતે દરિયાલાલ કાંટા પાસે રહેતા વિષ્‍ણુ નંદુભાઇ કરીજા (ઉ.વ. ૨૨)નામનો યુવાન બાઇક લઇને તેની સગર્ભા પત્નીને વાંકાનેર બાઉન્‍ડ્રી ખાતે વતનમાં જવા માટે મૂકવા માટે ગયો હોય, જ્યાંથી પરત ફરતા રસ્તામાં વાંકાનેર બાઉન્ડ્રી નજીક તેનું બાઇક સ્લીપ થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો,

જેમાં બાઇક ચાલક યુવાનને ગંભીર ઇજા પહોંચતા તેને પ્રથમ વાંકાનેર જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1