વિજ વિભાગની કુલ 17 ટીમો દ્વારા વાંકાનેર વિસ્તારના 27 રહેણાંક અને 51 વાણિજ્ય હેતુના વિજ જોડાણોનું ચેકીંગ કરતાં 12 માં ગેરરીતિ ઝડપાઇ…

મોરબી જિલ્લામાં વિજ વિભાગ દ્વારા રહેણાંક અને વાણીજ્ય હેતુના વિવિધ વિજ જોડાણોની તલાશી શરૂ કરવામાં આવી છે જેમાં આજે અલગ અલગ વિભાગની કુલ 17 જેટલી વિજ ચેકીંગ ટીમો વાંકાનેર વિસ્તારમાં ત્રાટકી હતી અને સઘન વીજ ચેકિંગ કરતા વાણિજ્ય હેતુના આઠ અને રહેણાંક હેતુ ના ચાર વીજ કનેક્શનોમાં ગેરરીતિ બહાર આવી હતી…

મોરબી પીજીવીએલ વર્તુળ કચેરી દ્વારા વીજ ચેકિંગ કામગીરી અર્થે વાંકાનેર વિભાગીય કચેરી હેઠળનાં વાંકાનેર તાલુકાના જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ રહેણાંક, મરઘા ઉછેર કેન્દ્ર, અન્ય વાણીજ્ય હેતુના વિજ જોડાણોમાં વીજ ચોરીનું પ્રમાણ વધારે હોઈ જેથી આજે જામનગર, ભુજ, અંજાર તથા મોરબી જીલ્લાની વિવિધ વિજીલન્સ ટીમોને સામેલ કરી વીજ ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતુ,

જેમાં કુલ 17 ટીમો દ્વારા રહેણાંકનાં કુલ 27 વીજ જોડાણો ચેક કરતાં તેમાંથી ચાર કનેક્શનોમાં ગેરરીતી હોવાનું માલુમ પડતા અંદાજે રૂ.1.05 લાખનો દંડ તેમજ વાણીજ્ય હેતુના કુલ 51 વીજ જોડાણો ચેક કરતા તેમાંથી આઠમાં ગેરરીતી હોવાનું માલુમ પડતા અંદાજે 20.60 લાખનો દંડ ફટકાર્યો હતો. આમ કુલ 78 વિજ જોડાણના ચેકીંગ દરમ્યાન 12 જેટલામાં ગેરરીતી માલુમ પડતા વિજ વિભાગ દ્વારા અંદાજે રૂ. 21.65 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતા…

બાબતે મોરબી વર્તુળ કચેરી દ્વારા વધુમાં જણાવવામાં આવેલ હતું, કે વાંકાનેર વિભાગીય કચેરી હેઠળનાં શહેર, ગ્રામ્ય-૧ અને ગ્રામ્ય-૨ પેટા વિભાગીય કચેરી હેઠળનાં રહેણાંક, મરઘા ઉછેર કેન્દ્ર, અન્ય વાણીજ્ય હેતુ તથા ખેતીવાડીના વિજ જોડાણોમાં વીજ ચોરીનું પ્રમાણ વધારે હોઈ ભવિષ્યમાં પણ આવી જ રીતે વીજ ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!