વાંકાનેર શહેર નજીક આવેલ અમરસર ફાટકથી આગળ, ગંજપીરની દરગાહ સામેના ભાગે રાજકોટ રોડ ઉપર વાંકાનેર તાલુકા પોલીસની સરકારી બોલેરો કાર અને એક છકડો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં છકડો રીક્ષાચાલકને ગંભીર ઇજા પહોંચતા તેને રાજકોટ સારવાર અર્થે ખસેડાયા છે. આ બનાવમાં ઇજાગ્રસ્તની ફરિયાદ પરથી પોલીસ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસની સરકારી બોલેરો કારના ડ્રાઇવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી ફીરોઝભાઈ ઈબ્રાહીમભાઈ બ્લોચ (ઉ.વ. 46, રહે ૨૫ વારીયા, રાજકોટ રોડ, વાંકાનેર)એ વાંકાનેર શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૨ ના રોજ વાંકાનેર શહેર નજીક અમરસર ફાટકથી આગળ અને ગંજપીરની દરગાહ સામેના ભાગે રાજકોટ રોડ પર એક બોલેરોવાળાએ વલીમામદ ઈબ્રાહીમભાઈ બ્લોચની રીક્ષાને ઓવરટેક કરીને બોલેરો પસાર થઈ ગયેલ,

પરંતુ અચાનક આરોપી જેણે વાંકાનેર તાલુકા પોલીસની સરકારી બોલેરો નં. GJ 18 G 9030 પુરઝડપે અને બેફકરાઈથી ચલાવી પસાર થતા સાહેદ વલીમામદની છકડો રીક્ષા નં. GJ 27 Y 9660 સાથે સાઈડમાથી ભટકાતા વલીમામદને આ અકસ્માતમા માથામાં હેમરેજ, પગમા-દાઢીના ભાગે તેમજ ડાબા હાથમાં ફેક્ચર થવાથી તેને સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો. વાંકાનેર પોલીસે આ બનાવમાં બોલેરો ચાલક આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/H3EqhQ1RitQGEYhPsrbkpr

error: Content is protected !!