વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની સીમમાં રહેતા અને ખેત મજૂરી કામ કરતા એક પરપ્રાંતિય શ્રમિક પરિવારના પાંચ વર્ષના બાળકને સાપ કરડી જતાં તેનું મોત થવાથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામની સીમમાં આવેલ સોયબભાઈ માથકીયાની વાડીએ રહી ખેત મજૂરી કરતા મધ્યપ્રદેશના વતની જયંતિભાઈ ફાંકલીયાની 5 વર્ષની પુત્રી સુહાનીને સાપ કરડી જતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!