વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનના ફળિયામાંથી થોડા દિવસ પહેલા એક મોબાઇલ ફોનની ચોરી કરવામાં આવી હતી, જે બનાવમાં આજરોજ મોરબી એલસીબી ટીમ દ્વારા એક શખ્સની ચોરાયેલા મોબાઈલ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના મિલપ્લોટ ચોક નજીક ફાટક પાસેથી થોડા દિવસ પહેલા એક રહેણાંક મકાનના ફળિયામાંથી મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવી હતી, જે બનાવમાં મોરબી એલસીબી ટીમે ચોક્કસ ખાનગી બાતમીને આધારે ચોરીની આદતો ધરાવતા હિસ્ટ્રી ચિટર આરોપી રણજીતભાઇ જેરામભાઈ માલણીયાત (ઉ.વ. ૨૯, રહે. મોરબી)ની ચોરાઉ મોબાઇલ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે જ આ બનાવમાં ચોરીમાં સહભાગી અન્ય આરોપી રાહુલભાઈ જેરામભાઈ માલણીયાતને ફરાર દર્શાવી તેને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC