વાંકાનેર તાલુકા પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ઠીકરીયાળી ગામની સીમમાંથી પસાર થતા એક બાઇક ચાલકને રોકી તલાશી લેતા બાઈકની બંને બાજુ ટીંગાળેલા થેલામાંથી 48 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે બાઈક ચાલક આરોપીની ધરપકડ કરી તેની સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગતરાત્રીના વાંકાનેર તાલુકા પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ઠીકરીયાળી ગામની સીમમાં દેવાબાપાની જગ્યાએ જવાના રસ્તા પરથી મોટર સાયકલની બન્ને બાજુ થેલા લટકાવી શંકાસ્પદ હાલતમાં નિકળતા પોલીસે તેને રોકી તલાશી લેતા બંને થેલામાંથી 48 બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. 18,000) મળી આવતા પોલીસે બાઈક ચાલક હિતેશ રતાભાઈ ડાભી(રહે. મોટી મોલડી, તા. ચોટીલા) નામના શખ્સની વિદેશી દારૂ, બાઈક સહિત કુલ રૂ. 48,000 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC