મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ દ્વારા વિરમગામ નજીકથી આરોપીને ઝડપી લેવાયો…

મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના પલાસડી ગામેથી ચારેક મહીના પહેલા સગીરવયની બાળાનુ અપહરણ કરી ભગાડી જનાર આરોપીને વિરમગામ નજીકથી પકડી પાડી ભોગ બનનારને શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ, તથા એન્ટી હ્યુમન ટ્રાફીકગ યુનીટ ટીમ સગીરવયની બાળા તેમજ ગુમ થનાર વ્યકિતઓને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હોય દરમ્યાન હેડ કો. જયવંતસિંહ ગોહીલ તથા ફુલીબેન ઠાકોરને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે,

વાંકાનેર તાલુકાના પલાસડી ગામે રહેતી સગીરાને ચારેક મહિના પહેલા આરોપી તેના ઘરેથી અપહરણ કરી ભગાડી ગયો હોય જે બનાવના આરોપી ધર્મેશ ઉર્ફે ધમો સુરેશભાઇ પનારા (ઉ.વ. ૨૩ હાલ રહે. હસનપર, શકિતપરા તા.વાંકાનેર, મુળ રહે દુધરેજ, વડવાળા મંદિર પાસે, સુરેન્દ્રનગર) તથા ભોગબનનાર બાળા બન્નેને શોધી આરોપી હની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!