તળાવમાં મહિલાઓ ન્હાતી હોય ત્યારે જ ત્યાંથી નીકળતા જેસીબી ડ્રાઇવરને ઠપકો આપતા બનેલો બનાવ…

વાંકાનેર તાલુકાના કોટડા નાયણી ગામે તળાવમાં બૈરા નહાતા હોય ત્યારે ત્યાંથી પસાર થતા જેસીબી ડ્રાઇવરને ઠપકો આપનાર ખેતમજૂર પરિવારને જેસીબીના માલિક અને પુત્ર સહિતના ત્રણ શખ્સોએ હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોટડા નાયણી ગામે રહી ખેતમજૂરી કરતા હરેશભાઇ જેન્તીભાઇ સોલંકીના પરિવારની મહિલાઓ ગામ નજીક આવેલ તળાવે ખાતે નહાવા અને કપડા ધોવા જતા હોય ત્યારે આરોપી બળદેવસીંહ ઉર્ફે બળુભાઇ નોંઘુભા જાડેજાની માલિકીના જેસીબીનો ડ્રાઇવર ત્યાંથી નીકળતો હોય, જેથી હરેશભાઇ સોલંકીએ જેસીબીના ડ્રાઇવરને ઠપકો આપ્યો હતો…

જેથી આ બાબતનો ખાર રાખી આરોપી બળદેવસીંહ ઉર્ફે બળુભાઇ નોંઘુભા જાડેજા, દેવુભા બળદેવસીંહ જાડેજા અને માલદેવસીંહ ઉર્ફે માલુભા માધુભા (રહે. ત્રણેય કોટડા નાયાણી)એ ગઈકાલે હરેશભાઇ ગામમાં નીકળતા તેમને રોકી તને કઈ હવા આવી ગઈ છે, કહી ઢીકા પાટુનો માર મારતા હરેશભાઇ દોડીને પોતાના ઘેર ચાલ્યા ગયા હતા…

જે બાદ ત્રણેય આરોપીઓએ એક સંપ કરી હરેશભાઇના ઘેર આવી ઝઘડો કરી હરેશભાઈને લાકડી વડે માર મારી તેમના ભાઈ સંજયભાઇને ડાબા હાથે બાવળામાં કુહાડીનો ઘા ઝીકી તેમના પરિવારના જશુબેનને માથામાં લાકડી ફટકારી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…..

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!