વાંકાનેર તાલુકાના આણંદપર ગામ નજીક આવેલ બેલાની ખાણમાં વેસ્ટ પથ્થર માથે પડતા યુવાનનું મોત…

0

વાંકાનેર તાલુકાના આણંદપર ગામની સીમમાં આવેલ બેલાની ખાણમાં લોડર વડે ગાડીમાં પથ્થર ભરતા હોય ત્યારે ગાડી સાફ કરતા યુવાન ઉપર પથ્થર પડવાથી પથ્થર નીચે દબાઇ જવાથી યુવાનનું મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના આણંદપર ગામ ખાતે રહેતો વિપુલભાઈ હમીરભાઈ ગેલડીયા (ઉ.વ. ૨૫) ગામની સીમમાં આવેલ દશરથસિંહ ઝાલાની ખાણમાં ગાડીનું ઠાઠું સાફ કરી રહ્યો હતો ત્યારે ગાડીના ઠાઠામાં લોડર વડે પથ્થર ભરવામાં આવતા પથ્થર નીચે દબાઈ જવાના કારણે યુવાનનું મોત થયું હતું જેથી આ બનાવમાં યુવાનના મૃતદેહને પીએમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl