પીર મશાયખ હોસ્પિટલના મેનેજર અને મંડળીના સભાસદ અયુબભાઈ કડીવારનું અકસ્માતમાં નિધન થતાં તેમના પરિવારજનોને વિમાનો ચેક અર્પણ કરાયો…
વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને વિવિધ સહકારી મંડળીઓ દ્વારા ખેતી માટે ધિરાણ પુરૂ પાડવામાં આવે છે, જેની સાથે જ આર.ડી.સી. બેંક અને મંડળી દ્વારા ધિરાણ લેતા સભાસદોને દસ લાખની પી.એ. ગ્રુપ વિમા પોલીસીનો લાભ આપવામાં આવે છે, જેના અંતર્ગત વાંકાનેર તાલુકાની પીપળીયા રાજ જુથ સેવા સહકારી મંડળી દ્વારા આજે મંડળીના સભાસદ અને વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલના મેનેજર એવા અયુબભાઈ કડીવારનું ગત તા. ૨૫/૧૧ ના રોજ માર્ગ અકસ્માતમાં મોત થતાં તેમના પરિવારજનોને દસ લાખનો વિમાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો….
આ તકે મંડળીના સભાસદ એવા સદગત કડીવાર અયુબભાઈ વલીમામદના વારસદાર જુબેદાબેન અયુબભાઈ કડીવારને મંડળીના પ્રમુખ ઈકબાલહુશેન કડીવાર, મંત્રી મુસ્તુફાહુશેન કડીવાર અને આર.ડી.સી. બેંકના બ્રાંચ મેનેજર એમ. એમ. જેતપરીયા દ્વારા વિમાની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1