વાંકાનેર નજીક આવેલ પેટ્રોલ પંપની લૂંટમાં ફરાર આરોપી 12 વર્ષે ઝડપાયો….

0

મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ મોરબી જિલ્લામાં બનેલ વિવિધ ગુનાઓમાં ફરાર આરોપીઓને ઝડપી લેવા સક્રિય હોય દરમિયાન વાંકાનેર નજીક આવેલ પેટ્રોલ પંપની લૂંટમાં ફરાર આરોપીને ચોક્કસ ખાનગી બાતમીને આધારે રાજકોટ નજીક આવેલ ગામડામાંથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ દ્વારા વાંકાનેર નજીક ક્રિષ્ના પેટ્રોલપંપમાં લૂંટ ચલાવવાના ગુન્હામાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા આરોપી દિનેશ મોતીભાઈ ભુરીયા (રહે. ઉબેરાવ, જામ્બુઆ,મધ્યપ્રદેશ) હાલમાં રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ખજુરડા ગામે હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે આરોપીને સ્થક્ષ પરથી ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC