વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં મોટા પ્રમાણમાં દેશી દારૂ બનાવવા માટેની ભઠ્ઠી ચાલતી હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી દેશી દારૂ, આથો સહિતના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયા હતા જેથી પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…..
બનાવની જાણ થતાં જ વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં સોરસગો નામે ઓળખાતી સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી આરોપી મુકેશ રામજી મકવાણાની વાડીના શેઢે દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ મળી આવતા પોલીસે સ્થળ ઉપરથી 2000 લીટર ઠંડો આથો, 400 લીટર ગરમ આથો, 80 લીટર ગરમ અને 200 લીટર ઠંડો દેશી દર, ગેસના બાટલા નંગ 6 સહિત ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. 23,980ના મુદ્દામાલ સાથે આરોપી મુકેશ રામજી મકવાણાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
આ બનાવમાં ગેરકાયદે ભઠ્ઠી ચલાવવામાં આરોપી મુકેશ ઉપરાંત મનીષ રામજી મકવાણા, જયેશ ટોટા અને ગણેશ મોહન મકવાણા નામના આરોપીના નામ ખુલતા પોલીસે ત્રણેયને ફરાર દર્શાવી ચાર આરોપીઓ સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC